Posted by: chawlamahender | March 19, 2009

आसाराम बापू को मोहम्द पैगम्बर कहने पर सूरत मुस्लिम समाज ने विरोध

આશારામ બાપુને મોહંમદ પયગંબર સાથે સરખાવાતાં મુસ્લિમ સમાજ ભડક્યો Asaram Bapu opposed by Muslim Community In Surat……
આશારામ બાપુને મોહંમદ પયગંબર સાથે સરખાવાતાં મુસ્લિમ સમાજ ભડક્યો સુરત,તા.૧૭ Sandesh News
आसाराम बापू को मोहम्द पैगम्बर कहने पर सूरत मुस्लिम समाज ने किया विरोध……..

आसाराम बापू ने सुरत(गुज)मे होली पर अपना भाषण कार्यक्रम के दौरान आसाराम के कुछ चेलो द्वारा इस ढोंगी आसाराम को मोहमम्द पैगम्बर की संज्ञा दिए जाने पर सुरत के मुस्लिम समुदाय की भावनाओ को गहरी ठेस पंहुचने की वजह से सुरत के मुस्लिम समुदाय ने सुरत पोलिस कमीशनर व कैलेक्टर श्री को शिकायत पत्र दिया और उचित कारवाई न होने पर चेतावनी दी.
अलरजा फाउंडेशन के सदस्यों द्वारा ११-०३/२००९ को दी गई शिकायत के अनुसार आसाराम बापू ने योजनापूर्वक बहार से बुलाए गए एक चेले की प्रशंशा मे बोलते हुए कहा कि मेरा एक जेम्स नाम का चेला लंदन से मेरे साथ होली खेलने आया है और जेम्स के हाथ मे माईक देकर बोलने को कहा और जैसा आसाराम ने उसको सिखाया-पढाया था वो बोलने लगा कि आसाराम बापू तो गोड है,भगवान है,कृष्न है,मोहमम्द पैगम्बर है एवं सभी संतो के संत है
जेम्स द्वारा इस ढोंगी व पाखंडी आसाराम को मोहमम्द पैगम्बर की संज्ञा दिए जाने से मुस्लिम समुदाय के लोगो की भावनाओ को गहरी ठेस लगी है. संत का काम लोगो को जोडना होता लेकिन आसाराम बापू भारत मे संप्रदायवाद फैला रहा है.
यदि तुरन्त आसाराम बापू व जेम्स के खिलाफ कारवाई न की गई तो समाज मे अशांति फैलने व कौमी दंगे भडकने का भी डर है.
आसाराम आश्रम के दो बच्चो की मौत के बाद व कितने ही असंखय आरोपो के बाद भी आसाराम व उसके चेले बाज नही आ रहे है.
दुलेन्डी वाले दिन विदेशी महिला द्वारा आसाराम को आई लव यू कहने व आसाराम द्वारा इसके रोमांटिक क्रियाओ से आसाराम का भक्त समाज भी इस बात से शर्मीन्दगी महसूस कर रहा है

આશારામ બાપુને મોહંમદ પયગંબર સાથે સરખાવાતાં મુસ્લિમ સમાજ ભડક્યો સુરત,તા.૧૭ Sandesh News

શહેરમાં જહાંગીરપુરા ખાતે આશારામ આશ્રમમાં યોજાયેલા ધુળેટીના કાર્યક્રમ દરમિયાન આશારામ બાપુને મોહંમદ પયગંબર સાથે સરખાવાતાં ભડકી ઊઠેલા સુરતના મુસ્લિમ સમાજે આજે આશારામ અને તેમના વિદેશી ભક્ત સામે પોલીસ ફરિયાદ નોંધી ધરપકડ કરવાની માંગણી સાથે પોલીસ કમિશનર અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. તેમની સામે પગલાં ન ભરાય તો હવે પછી જલદ કાર્યક્રમો આપવાની પણ તેમણે જાહેરાત કરી હતી.
અલ રઝા ફાઉન્ડેશનના નેજા હેઠળ કમિટી સભ્યો સૈયદ મોહમદ બશીર, મોહમદ ઝાકીર રઝા, અફરોઝભાઈ ગાજી, અબ્બાસભાઈ શેખ વિ.એ આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તા.૧૧-૦૩-૦૯ના રોજ આશારામ બાપુએ જહાંગીરપુરા આશ્રમમાં યોજેલા કાર્યક્રમમાં આશારામ બાપુએ આયોજનપૂર્વક બહારથી બોલાવેલા અતિથિઓને પોતાની પ્રશંસામાં બોલવા કહ્યું હતું. આશારામે લોકોને એવું કહ્યું હતું કે મારો એક ભક્ત લંડન રહે છે. તેનું નામ જેમ્સ છે. તે મારી સાથે ધુળેટી મનાવવા આવ્યો છે. આશારામે ત્યારબાદ જેમ્સ અને તેની માતા અનિતાને સ્ટેજ પર બોલાવી જેમ્સના હાથમાં માઈક પકડાવી પૂછેલું કે તારી મારા માટે શું લાગણી છે? ત્યારે જેમ્સે આશારામ બાપુએ શિખવાડયા મુજબ બાપુના વખાણ કરતાં કહેેલું કે બાપુ ગોડ હે, ભગવાન હે, ક્રિષ્ના હે મોહંમદ હે, બાપુ તો સભી સંતોકા સંત હે.
જેમ્સે જે રીતે આશારામ બાપુને ઈસ્લામ ધર્મના મહાન પયગંબર મોહંમદ સાથે સરખાવવાનું ઘ્રુણાસ્પદ કૃત્ય કર્યું છે તેનાથી સમસ્ત મુસ્લિમ સમાજની લાગણી દુભાયેલ છે. સમગ્ર મુસ્લિમ સમાજમાં તેમની સામે ઉગ્ર વિરોધ પ્રસરી ગયો છે.
જો આશારામ બાપુ અને જેમ્સ સામે તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો સમાજમાં કોમી અશાંતિ ફેલાઈ જવાનો ભય છે, તેથી બન્ને સામે તત્કાળ ફરિયાદ દાખલ કરી તેમની ધરપકડ થવી જોઈએ.
સૈયદ મોહમદ બશીરે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આશારામ આશ્રમની ઘટના અંગે મુસ્લિમ સમાજના આગેવાનોની એક મિટિંગ મળી હતી જેમાં પ્રથમ આવેદનપત્ર આપી રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો. જો આ બાબતમાં તાકીદે પગલાં ન લેવાય તો હવે પછી જલદ કાર્યક્રમ આપવા અંગે વિચારાશે.અમદાવાદ આશ્રમમાં બે બાળકોના મોતના પ્રકરણમાં વિવાદે ચઢેલા આશારામ બાપુ અને આશ્રમના સંચાલકો આમાંથી કોઈ પાઠ શિખવાને બદલે નવાનવા વિવાદો ઊભા કરવાનો શોખ હોય તેમ થોડાથોડા સમયે કોઈ ગતકડાં ઊભા કરતા જ રહે છે.
લોકોને તોફાન ઊભું કરવાનું નિમંત્રણ આપતા હોય તેમ વાણી વિલાસ ચાલતો જ રહે છે.
ધુળેટીના દિવસે થયેલા આજ કાર્યક્રમમાં બાપુને આજ વિદેશી મહિલા દ્વારા આઈ લવ યુ કહેવાના અને બાપુ દ્વારા પણ રોમાન્ટિક પ્રતિભાવ આપવાની ઘટનાએ પણ ભારે વિવાદ જગાવ્યો છે. બાપુના સત્સંગની બદલાતી દિશાથી તેમના ભક્તો પણ વ્યથિત છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Categories

%d bloggers like this: