Posted by: chawlamahender | November 13, 2008

आसाराम बापू ने वडोदरा मे किया 1.33 लाख Sq.Ft जमीन पर कबजा…….

आसाराम बापू ने वडोदरा मे किया 1.33 लाख Sq.Ft जमीन पर कबजा…….

आसाराम बापू ने वडोदरा के पास बील गांव मे जो आशरम (शोषण केंदृ) बना रखा है उसमे 1.33 लाख sq. ft सरकारी जगह पर कबजा किया हुआ है। गुजरात के संदेश समाचार पेपर ने इस बात का खुलाशा किया।

संदेश के अनुसार ………
आसाराम ने आशरम के नाम पर जो जमीन खरीदी है, वंहा पर सरकार की महसूली कानून का खुले आम किया गया है। महसूली कानून के अनुसार खेती की जमीन पर कोई भी Construction Work सरकार की मंजुरी के बिना नही कर सकते लेकिन आसाराम ने कानून भंग किया और वंहा पर बिलडिंग बना दी।
गुजरात सरकार के अनुसार केवल जनमजात किसान ही दूसरे किसान की जमीन खरीद सकता है लकिन आसाराम ने इस कानून का भी उलघंन किया है। सरकार के रिकाड मे जो जमीन खेती के लिए है उस जमीन पर आसाराम अपनी दुकाने खोलकर धंधा कर रहा है। खेति की जमीन को वयापार केंदृ बना दिया है।……For more pls visit on… http://www.sandesh.com/sandesh_headline.aspx?newscat=22

આસારામના બિલ આશ્રમનું ૧.૩૩ લાખ ચો.ફૂટ સરકારી જમીનમાં થયેલું બાંધકામ દૂર કરવા પાત્ર

વડોદરા, બુધવાર
શહેર નજીક આવેલ બિલ અને સમીયાલા ગામની હદમાં આસારામે ઉભાં કરેલા આશ્રમની આડમાં ૧.૩૩ લાખ ફૂટ સરકારી જમીન પર કરવામાં આવેલું દબાણ દૂર કરવા પાત્ર હોવાનો રિપોર્ટ પ્રાંત અધિકારી કમલ શાહે જિલ્લા કલેકટર વિજય નહેરાને સુપ્રત કર્યો છે. જેની સાથે આસારામે આશ્રમના નામે ખરીદેલી જમીન સરકારના મહેસૂલી કાયદાનો ભંગ કરી ખરીદવામાં આવી હોવાનું જણાવી તેને પુનઃ વિચારણામાં લેવાનો પણ અભિપ્રાય આપ્યો છે. આ ઉપરાંત સરકારના કાયદાને જાણે ખિસ્સામાં મૂકી ચાલતા હોય તેમ ખેતી માટેની જમીન પર કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર આશ્રમનું બાંધકામ ઉભું કરવામાં આવ્યું હોવાનું પણ જણાવવામં આવ્યું છે.
બિલ સ્થિત આસારામ આશ્રમ બિલ અને સમીયાલા ગામની બે જુદી જુદી જમીનોના અંદાજે ૩.૨૫ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલો છે. જે પૈકી સમીયાલા ગામની બ્લોક નંબર ૧૦૭-બ(જૂના સર્વે નંબર ૧૩૧-૧૩૨) ની જમીન આસારામે ૨૦૦૧ના વર્ષમાં ખરીદી હતી. જ્યારે તેની બાજુમાં આવેલી બિલ ગામની બ્લોક નંબર ૩૩૩ પૈકી(જૂના સર્વે નંબર ૪૪૮-૪૪૯) ની જમીન ખાનગી જમીન માલિક અને સરકારના સંયુકત ખાતે ચાલી રહી છે. આ બન્ને જમીનોની ફરતે કંપાઉન્ડ વોલ અને ફેન્સિંગ કરી આસારામ આશ્રમની પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે.જે પૈકી બિલ ગામની બ્લોક નંબર ૩૩૩ પૈકી(જૂના સર્વે નંબર ૪૪૮-૪૪૯) ની જમીન ખાનગી જમીન માલિક અને સરકારના સંયુકત ખાતે ચાલતી કુલ ૧.૫૦ લાખ ચોરસ ફૂટ જમીનને રાજય સરકારે યુ.એલ.સી એક્ટ (શહેરી જમીન ટોચ મર્યાદા) હેઠળ આવરી લઈ તે પૈકી ૧.૩૩ લાખ ચોરસ ફૂટ જમીન સરકાર હસ્તક લીધી હતી. આ જમીન પર આસારામે આશ્રમના ઓથા હેઠળ ગેરકાયદે દબાણ કર્યાનું પ્રાંત અધિકારી કમલ શાહે કલેકટરને રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું છે.આ ઉપરાંત આશ્રમની મૂળ સમીયાલા ગામની હદમાં આવેલી જમીનની આસારામે કરેલી ખરીદી પણ મહેસૂલી કાયદાનો ભંગ કરી કરવામાં આવી હોવાની તપાસ કરવામાં આવી હતી.સમીયાલા ગામની બ્લોક નંબર ૧૦૭-બ(જૂના સર્વે નંબર ૧૩૧-૧૩૨)ની જૂની શરતની ખેતી માટેની જમીન સરકારી દફતરે સંતશ્રી આસારામ આશ્રમના નામે નોંધાયેલી છે. જેની હક્ક પત્રક ૬ની ૧૫-૯-૨૦૦૧ની નોંધ નંબર ૩૩૧૨ મુજબ સંતશ્રી આસારામ આશ્રમે આ જમીન તંબોળી પુરષોતમ ભગવાનદાસ અને તંબોળી નિતિન પુરષોતમ પાસેથી રૃ.૭,૭૯,૫૦૦માં ખરીદી હતી. જે ખરીદીની નોંધ પણ સંબંધિત અધિકારીઓ દ્વારા મંજૂર કરવામાં આવી છે.
સરકારના ગણોતધારાના કાયદાની કલમ ૬૩ મુજબ ખેતી માટેની જમીન માત્ર જન્મજાત ખેડૂત જ ખરીદી શકે છે. જો ખેડૂત ખાતેદાર સિવાયની વ્યક્તિ ખેતીની જમીન ખરીદી કરે તો કાયદાની જોગવાઈઓ અંતર્ગત આવી ખરીદી નામંજૂર કરવામાં આવતી હોય છે. ત્યારે સામાન્ય નાગરિકો સામે કાયદાનો કોરડો વિંઝતા સરકારી તંત્ર દ્વારા આસારામની ગેરકાયદે ખરીદીની નોંધ મંજૂર કરવામાં આવી હોય પ્રાંત અધિકારી કમલ શાહે તેને પણ પુનઃ વિચારણામાં લેવાની ભલામણ કરી છે.
સરકારની કરોડો રૃપિયાની જમીન હડપ કરવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવ્યા બાદ આશ્રમના બાંધકામ સામે પણ સવાલ ઉભો થયો હતો. બિલ ગામની હદની બાજુમાં આવેલ સમીયાલા ગામના બ્લોક નંબર ૧૦૭-બ (જૂના સર્વે નંબર ૧૩૧-૧૩૨)ની ૧૬૪૦૮ ચો.મીટર જમીન સરકારના ચોપડે જૂની શરત એટલે કે ખેતીના હેતંુ માટે ઉપયોગમાં હોવાનું નોંધાયેલ છે.
પરંતુ આ જમીન પર ખેતી કરવાના બદલે આસારામ આશ્રમ દ્વારા પાકા બાંધકામો ઉભાં કરી ત્યાં બિનખેતી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે ખેતીની જમીન પર બિનખેતી પ્રવૃત્તિ કરવા માટે મહેસૂલી કાયદાની કલમ ૬૫ અને કલમ ૬૬ હેઠળ પરવાનગી લેવાની પરવા કર્યા વગર આસારામે જાણે તંત્ર તેના ખિસ્સામાં હોય તે રીતે ગેરકાયદે બાંધકામ ઉભું કર્યું છે.ત્યારે સરકારી કાયદાનો ભંગ કરી આસારામે ઉભો કરેલો આશ્રમ ગેરકાયદે હોવાની વિગતોનો પર્દાફાશ કરતા પ્રાંત અધિકારી કમલ શાહે રજૂ કરેલા અહેવાલ પર જિલ્લા કલેકટર વિજય નહેરા કેવા પગલા ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

આસારામે જાહેરમાં સાધુતા લજવી : સત્સંગ સભામાં મીડિયા વિરુધ્ધ બેફામ ઉચ્ચારણો

વડોદરા, મંગળવાર
કહેવાતા કથાકાર અને સંત આસારામે આજે તેમના જાહેર સત્સંગમાં પોતાની સાધુતા કેવી છે તેનું ખરું સ્વરૃપ લોકો સમક્ષ પ્રગટ કર્યુ હતું. તેમણે આજે જાહેર મંચ પરથી મિડીયા અને મિડીયાકર્મીઓ માટે સત્સંગી ભાષામાં ભરપેટ કુવચનો ઉચ્ચર્યા હતા. જે સાંભળીને બેઠેલા સંત્સગીઓ પણ અવાચક બની ગયા હતા અને આ તે કેવો સાધુ કે સત્સંગી ? એવો પ્રશ્ન સૌ એ મનોમન ઉચાર્યાે હતો.સત્સંગ કથાના પવિત્ર મંચ પર બેસનાર કથાકાર જ્યારે ભાન ભૂલી જાય કે, પોતે વ્યાસ પીઠ પર બેઠો છે. ત્યારે જ આવા ઉચ્ચારણો પ્રગટ થાય એમ કેટલાક લોકો બોલતા જણાયા હતા.કથાની વ્યાસપીઠ પરથી મિડીયાના માણસોને શ્રાપ દેનાર આસારામ પોતાની સાધુતા ખોઈ બેઠા છે. એમ આજના પ્રવચનમાં લાગતું હતું.
સાધુતા એટલે જીવનની સાદગી, નિર્લેયભાવ, સર્વ પ્રત્યે સમભાવ અને રાગદ્રેષથી મોહમાયાથી પર એને સાધુતા કહેવાય. પણ અહીં તો આ કહેવાતા સાધુ મહારાજ બેફામ બન્યા હતા અને આડેધડ કુવચનો ઉચ્ચારી લોકોને વિચારતા કરી મુક્યા હતા.
અમદાવાદના બે માસુમ બાળકો બલી ચઢાવવાનો આરોપ જેના પર લાગ્યો છે તે આસારામનો આત્મા આજે કકડી ઉઠયો હતો અને તેમણે સત્સંગ સભામાં જ મિડીયા ટાર્ગેટ બનાવી બેફામ ઉચ્ચારણો કર્યા હતા. આસારામે મિડીયા વિરુધ્ધ કરેલા ઉચ્ચારણોમાં કહ્યું હતું કે, મારા વિરુધ્ધ લખનારા આંધળા થઈ જશે. કુપ્રચાર કરનારાઓની આગામી સાત પેઢી મુશ્કેલીમાં સર્જાશે. તેમણે વધુમાં કહ્યું હતુ કે, સુરતની અંદર પૂર એટલા માટે આવ્યું હતું કે, તે લોકોએ મારી આતંરડી કકડાવી હતી.
મહત્વની વાત તો, એ છે કે તાંત્રિક વિદ્યાથી કોઈની માતા, બહેન કે ભાઈને પોતાના વશમાં કરનાર આસારામ એ કેમ નથી સમજતા કે તેમણે કેટલાની આતંરડી બાળી છે.
બદનામીના ડરે રાજકીય આગેવાનો પણ આસારામના કાર્યક્રમમાં ફરકતા નથી
વડોદરા : વડોદરામાં આસારામના કાર્યક્રમને વડોદરાવાસીઓએ જે રીતે જાકારો આપ્યો છે તે જોઈને આસારામના સાધકોની હાલત કફોડી બની ગઈ છે.લોકો તો ઠીક છે પરંતુ પ્રસિધ્ધિ મળતી હોય તો ગમે ત્યાં દોડી જનારા રાજકારણીઓ પણ આસારામના કાર્યક્રમ સ્થળે ફરકવાનું ટાળી રહ્યાં છે.બદનામી મળે અને લોકો ફિટકાર વરસાવે તેવી બીકથી કાર્યક્રમમાં એક પણ રાજકારણી જોવા મળ્યો નથી.રાજકારણીઓની જેમ સરકારી અમલદારો પણ કાર્યક્રમથી અળગા રહેવામાં જ પોતાનંુ હિત સમજી રહ્યાં છે.
સુરતમાં પૂર એટલે આવ્યું હતું કે, તે લોકોએ મારી આંતરડી બાળી હતીઃ મારા વિરુધ્ધ લખનારા આંધળા થઈ જશે
એક સમય એવો હતો કે જ્યારે આસારામના કાર્યક્રમમાં જવા માટે રાજકારણીઓ પડાપડી કરતા હતા.વડોદરામાં યોજાયેલા આસારામના કાર્યક્રમમાં મુખ્યમંત્રીથી માંડીને ટોચના રાજકીય આગેવાનો અને કાઉન્સિલરો હાજર રહ્યાં હોવાના દાખલા મોજુદ છે.જોકે હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.અમદાવાદમાં આસારામના આશ્રમમાં બે માસૂમ બાળકોના મોત અને એ પછી આસારામના સાધકોએ અમદાવાદમાં રસ્તાઓ પર કરેલી ગુંડાગીરી બાદ ગુજરાતભરમાં આસારામ પર ફિટકાર વરસી રહ્યો છે.
આસારામના કાર્યક્રમ સામે વડોદરવાસીઓમાં જે પ્રકારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે તેના કારણે રાજકારણીઓની કાર્યક્રમમાં હાજરી આપવાની હિંમત નથી ચાલતી.કાર્યક્રમમાં હાજરી આપવાનો સીધો મતલબ છે લોકોના રોષનો ભોગ બનવું.રાજકીય કાર્રિકદી પર છાંટા ના ઉડે તે માટે કાઉન્સિલરોથી માંડીને સંસદસભ્ય સુધીના તમામ કક્ષાના રાજકારણીઓ કાર્યક્રમ સ્થળે ફરકી રહ્યાં નથી.
કાર્યક્રમથી દૂર રહેનારાઓમાં રાજકારણીઓની સાથે સાથે સરકારી અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.અધિકારીઓ પણ કાર્યક્રમમાં હાજરી આપવાનો ઈન્કાર રહી રહ્યાં છે.લોકોમાં આસારામની સામે ફેલાયેલા આક્રોશનો આ એક વધુ પૂરાવો છે.


Responses

  1. क्या कुछ गलती हुई है? यह 1.33 वर्ग फीट भूमि ही है? एक औसत पलंग भी इससे ज़्यादा स्थान घेर लेता है.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: